એસટી બસમાં મહિલાઓ સાથે અશોભનીય વર્તન કરનાર શખ્સ ઝડપાયો

જંબુસર: ભરૂચથી જંબુસર તરફ આવી રહેલી એસટી બસમાં મહિલાઓ સાથે અશોભનીય વર્તન કર્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ, બસમાં મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા ત્યારે ટંકારી ખાતે રહેતા 51 વર્ષીય હનીફ અબ્દુલ્લાહ એહમદ અંગૂઠિયા બસમાં ઊભા હતા. આ દરમિયાન તેમના દ્વારા મહિલાઓ સાથે કથિત રીતે શારીરિક અડપલાં કરવામાં આવ્યા હતા અને અશોભનીય વર્તન કર્યાનો આક્ષેપ છે.

ઘટનાથી મહિલાઓએ બૂમાબૂમ કરતાં બસમાં સવાર અન્ય મુસાફરો એકત્ર થઈ ગયા હતા. મુસાફરોએ તાત્કાલિક 112 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. ત્યારબાદ આરોપીને પકડી પોલીસને સોંપવામાં આવ્યો હતો.

આ સમગ્ર મામલે જંબુસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બસ જેવી જાહેર પરિવહન સેવામાં મહિલાઓની સુરક્ષાને લઈને આ ઘટના ગંભીર ચિંતા ઉભી કરે છે. બનાવને પગલે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી કાયદા મુજબ સખત સજા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online