સિગામમાં આઠમી સદીથી યોજાતો અદ્ભુત મહાયજ્ઞ

વિજ્ઞાન જ્યાં વિરામ લે છે, ત્યાંથી શ્રદ્ધાનો પ્રારંભ થાય છે; પરંપરા આજે પણ અકબંધ

જંબુસર: ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલું સિગામ ગામ ધાર્મિક પરંપરા અને આસ્થાની દૃષ્ટિએ આગવું સ્થાન ધરાવે છે. ગામમાં આઠમી સદીથી ચાલી આવતી એક અનોખી ધાર્મિક પરંપરા આજે પણ શ્રદ્ધા અને ભક્તિ સાથે જળવાઈ રહી છે. સિગામ ખાતે દર ત્રણ વર્ષે યોજાતો અદ્ભુત મહાયજ્ઞ માત્ર ધાર્મિક વિધિ પૂરતો સીમિત નથી, પરંતુ તેની સાથે અનેક વર્ષો જૂની પરંપરા અને લોકઆસ્થા જોડાયેલી છે.

સિગામ ગામમાં આવેલા શ્રી ખત્રી ગજેસંગ દાદા મંદિર ખાતે દર વર્ષે ભાદરવા માસ દરમિયાન વિશેષ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપરાંત દેશ-વિદેશમાં વસતા સિગામ ગામના લોકો પણ ઉપસ્થિત રહી ધાર્મિક વિધિમાં ભાગ લે છે.

કુળદેવી અને ગ્રામદેવતાઓનું વિશેષ અનુષ્ઠાન

આ પવિત્ર યજ્ઞમાં કુળમાતા મહાસતી અનુસૂયા, આરાધ્ય દેવી વઢાણવાળી સિદ્ધોર માતા અને ગ્રામમાતા વેરાઈ માતાનું વિશેષ અનુષ્ઠાન કરવામાં આવે છે. સિગામ ગામના પાદરે આવેલા કુળમાતા તથા ચકવડ ગોરવ ખત્રી ગજેસંગ દાદાના મંદિરના પ્રાંગણમાં હોમ-હવનની ધાર્મિક વિધિઓ યોજાય છે.

મહાયજ્ઞ દરમિયાન વિશિષ્ટ પરંપરાગત વિધિ કરવામાં આવે છે. બે વ્યક્તિઓ પોતાના ખભા ઉપર વાંસનો સ્તંભ ધારણ કરે છે અને તેની ઉપર માટલીમાં શુદ્ધ દેશી ઘી રાખવામાં આવે છે. યજ્ઞમાં આ ઘીની ધારા અગ્નિમાં અર્પણ કરવામાં આવે છે. સ્થાનિક ધાર્મિક માન્યતા મુજબ આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે અને આજે પણ તેમાં કોઈ વિક્ષેપ આવ્યો નથી.

ધરતી તૃપ્ત ન થાય ત્યાં સુધી ઘીની ધારા નીકળે છે આ વખતે ફક્ત 500 ગ્રામ ઘી ની અંદર માતા ધરતી તૃપ્ત થઈ ગયા હતા. જ્યારે દોઢ ક્વિન્ટલથી શુદ્ધ ગાયના ઘીની આવૃત્તિ બાદ ધરતી માતા તૃપ્ત થઈ હતી તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે.

સ્થાનિક આસ્થા અનુસાર જ્યાં સુધી માતા ધરતી તૃપ્ત ન થાય ત્યાં સુધી ઘીની ધારા સતત વહેતી રહે છે. માન્યતા મુજબ જ્યારે ધરતી માતા તૃપ્ત થાય છે ત્યારે માટલીમાં રહેલી ઘીની ધારા આપોઆપ બંધ થઈ જાય છે. આ પરંપરાને સ્થાનિક લોકો શ્રદ્ધા અને આસ્થાનું અદભુત પ્રતીક માને છે.

યજ્ઞ બાદ માટલી ગોસ્વામીમિજીના ઘરે પહોંચાડાય છે ત્યાં સુધી માટલી માંથી ઘી ધાર વહેતી નથી પરંતુ ગોસ્વામીજી ના ઘરે દરવાજે પહોંચતા જ ઘી ની ધાર ફરી શરૂ થઈ જાય છે જવાની પણ વિશિષ્ટ પરંપરા છે. ત્યારબાદ માટલીમાંથી ઘીનો ભાગ કાઢીને ગોરસામિજીના ઘરના રસોડામાં રહેલા માટીના ઘડામાં નાખવામાં આવે છે. આ ધાર્મિક વિધિ પણ વર્ષોથી ચાલી આવતી પરંપરાનો એક ભાગ છે.

સિગામની આ અનોખી ધાર્મિક પરંપરા આજે પણ ગ્રામજનોની અડગ શ્રદ્ધાનું કેન્દ્ર બની છે. દેશ-વિદેશમાં વસતા ગામના લોકો પણ આ પ્રસંગે વતન સાથે જોડાઈને ધાર્મિક વિધિમાં સહભાગી બને છે. આઠમી સદીથી ચાલી આવતી આ પરંપરા સિગામની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખનું મહત્વનું પ્રતીક બની રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online