ત શિરોમણી રૈદાસ એન્ડ યુગાવતાર ડૉ. આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ સંચાલિત ભરૂચ જિલ્લા રોહિત સમાજ દ્વારા રોહિત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા બનેલા સમાજના પ્રતિનિધિઓના સન્માનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે રોહિત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ વિવિધ ગામોના ચૂંટાયેલા સરપંચો સહિત ૧૦૦ થી વધુ સમાજના પ્રતિભાશાળી અને ચૂંટાયેલા આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

સમારોહમાં રોહિત સમાજના વડીલો, આગેવાનો, મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ, માતાઓ-બહેનો તથા બાળકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સમારોહર સંસ્થા ની પ્રમુખ વલ્લભભાઈ રોહિત ડાભા વારા અધ્યક્ષ સ્થાને યોજાયો હતો તેમના દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. તેમણે સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે, યુવાનો સમાજના વિકાસમાં સક્રિય ભાગ ભજવે અને સમાજમાં એકતા તથા સંગઠન વધુ મજબૂત બને તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા રોહિત સમાજના પ્રમુખ અને ભોજન ના દાતા શ્રી નરેન્દ્રભાઈ ગોહિલ વડોદરા રોહિત સમાજના પ્રમુખ શ્રી રોહિતકુમાર પટેલ, મંજુલાબેન ગોડીગજબાર ટ્રસ્ટ ના મહામંત્રી શ્રી ભાઈલાલભાઈ મકવાણા, નટુભાઈ પરમાર, રણછોડભાઈ રોહિત અશોકભાઈ પરમાર, કાંતિભાઈ ગોહિલ, નવનીતભાઈ ગોડીજબાર, દીનેશભાઈ અડવાણી ,છગનભાઈ સોલંકી, શાંતિલાલભાઈ ભરૂચ, ધનજીભાઈ કટારિયા, હરીભાઇ મામલતદાર દીનેશભાઈ સોલંકી,ચંદુભાઈ ચોહાન ,ભગુભાઈ ભીમડા ,દિનેશભાઈ રોહિત રમેશભાઈ ચૌહાણ ,મહેન્દ્રભાઈ વાઘેલા શિલ્ડ ના દાતા શ્રી કિશોરભાઈ રોહિત ,અને બચુભાઈ રોહિતસહિત સંસ્થાના હોદ્દેદારો અને સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચના જાણીતા સામાજિક આગેવાન શ્રી ધનજીભાઈ પરમાર પણ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહનું સુંદર સંચાલન શ્રી ભાઈલાલભાઈ મકવાણા અને શ્રી ભગુભાઈ ભીમડાદ્વારા કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન શ્રી નવનીતભાઈ ગોડીગજબાર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમના અંતે આભારવિધિ શ્રી નટુભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી.
આ પ્રસંગે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તથા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા બનેલા સમાજના પ્રતિનિધિઓનું સન્માન કરવા બદલ ઉપસ્થિત સમાજજનોએ સંસ્થાના હોદ્દેદારોની કામગીરીને બિરદાવી હતી.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન સમાજમાં શિક્ષણ, સંગઠન, એકતા અને સામાજિક વિકાસનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

