આમોદ:
આમોદ શહેરમાં લાંબા સમયથી ચાલી આવતી ભૂગર્ભ ગટર ચોકઅપની સમસ્યાનો હવે કાયમી ઉકેલ મળવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. જંબુસર-આમોદ વિસ્તારના ધારાસભ્ય ડી.કે. સ્વામીના પ્રયત્નોથી ગાંધીનગર સ્થિત GUDC દ્વારા આમોદ નગરપાલિકાને અત્યાધુનિક જેટિંગ-કમ-સક્શન અને ડીસિલ્ટિંગ મશીનો ફાળવવામાં આવ્યા છે.

આ મશીનોનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. આ નવી ટેકનોલોજીથી ગટર લાઈનમાં જમા થતો કચરો, ગાદો અને માટી ઊંચા દબાણથી સાફ કરી શકાશે, જેથી ગટર જામ થવાની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે.

ધારાસભ્ય ડી.કે. સ્વામીએ જણાવ્યું હતું કે નાગરિકોને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવી સરકારની પ્રાથમિકતા છે. ગટર જેવી સમસ્યાનો ઝડપી અને અસરકારક ઉકેલ લાવવા માટે આ મશીનો મહત્વપૂર્ણ સાબિત થશે. આથી શહેરમાં સ્વચ્છતા જળવાશે અને મચ્છરજન્ય રોગચાળાને પણ અટકાવવામાં મદદ મળશે.

આ સુવિધાથી હવે ગટર ચોકઅપની ફરિયાદ મળતા જ તાત્કાલિક કામગીરી શક્ય બનશે, જેના કારણે નગરપાલિકાની કાર્યક્ષમતા પણ વધશે. આ પ્રસંગે નગરપાલિકાના પ્રતિનિધિઓ અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.

JN EXPRESS ADS

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online