ભરૂચમાં જસ્ટિસ એ. વાય. કોગજેના અધ્યક્ષસ્થાને લીગલ મેગા કેમ્પ યોજાયો, લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

  • જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન
  • પેરા લીગલ વોલન્ટિયર્સ સરકારી યોજનાઓ અને છેવાડાના માનવી વચ્ચે મહત્વપૂર્ણ કડી છે: જસ્ટિસ એ. વાય. કોગજે

ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે રોટરી ક્લબ ખાતે મેગા કેમ્પનું આયોજન કરાયું હતું.

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના એક્ઝિક્યુટિવ ચેરમેન જસ્ટિસ એ. વાય. કોગજેના અધ્યક્ષસ્થાને મેગા કેમ્પ યોજાયો હતો.

કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ NALSA અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ પસંદગી પામેલા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક પ્રમાણપત્રો અને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જસ્ટિસ કોગજે તેમજ અન્ય ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ સરકારી વિભાગોના પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.

કાર્યક્રમને સંબોધતા જસ્ટિસ એ. વાય. કોગજે જણાવ્યું હતું કે, સરકાર અને સમાજના છેવાડાના માનવી વચ્ચે જો કોઈ સૌથી મહત્વપૂર્ણ કડી હોય તો તે પેરા લીગલ વોલન્ટિયર્સ છે. આ વોલન્ટિયર્સ આપણા જ સમાજના યુવાનો અને અનુભવી લોકો છે, જે મુશ્કેલીના સમયે સામાન્ય નાગરિકને યોગ્ય મદદ મેળવવામાં માર્ગદર્શન આપે છે.

NALSA અને DLSA જેવી સંસ્થાઓ પર સરકારને પૂર્ણ વિશ્વાસ છે કે તેના દ્વારા યોજનાઓનો સીધો અને સાચો લાભ લાભાર્થી સુધી પહોંચે છે.

મેગા કેમ્પમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ જે. આર. શાહ, મેમ્બર સેક્રેટરી એચ.એમ. પવાર, DLSA સેક્રેટરી પી. પી. મોકાશી, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર આર. બી. ભોગાયતા, પ્રાંત અધિકારી મનિષા મનાણી, મામલતદાર માધવી મિસ્ત્રી સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કાનૂની સેવા સત્તામંડળના સભ્યો, પેરા લીગલ વોલન્ટિયર્સ અને મોટી સંખ્યામાં સ્થાનિક લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જસ્ટિસ કોગજેએ ત્યારબાદ જિલ્લા ન્યાયાલય સંકુલ ખાતે મીડિયેટર, PLV, પેનલ એડવોકેટ સાથે બેઠક યોજી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online