નવયુગ વિદ્યાલય જંબુસર માં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી થઈ

નવયુગ વિદ્યાલય ના શિક્ષક શ્રી દાનાભાઈ મીરે શિક્ષક દિન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીઓમાંથી બનેલા આચાર્ય ,શિક્ષક, શિક્ષિકાએ દિવસ દરમિયાન શાળાનું શૈક્ષણિક કાર્ય નું સંચાલન કર્યું હતું. ઉલ્લેખનિય બાબત એ હતી કે આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી તરીકે શાળાની વિદ્યાર્થીનીએ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી તરીકેની ફરજ સુંદર રીતે નિભાવી હતી.
દરેક વર્ગમાં છેલ્લે દેશભક્તિ ગીત, ભજનો તથા ભાવ ગીતો આધારીત અંતાક્ષરી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહ સભર જોડાયા હતા.


શાળાની વિદ્યાર્થીનીઓએ શિક્ષક દિન નિમિત્તે પોતાના પ્રતિભાવો આપ્યા હતા તથા શાળાના શિક્ષકોએ શિક્ષક દિન નું સમગ્ર આયોજન કર્યું હતું તથા આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર શિક્ષકના વ્યવસાય સાથે જોડાયેલા દરેકને શિક્ષક દિનની શુભેચ્છાઓ પાઠવી હતી

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online