નવયુગ વિદ્યાલય જંબુસરમાં રમત – ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરૂચ ના ઉપક્રમે જંબુસર નગરપાલિકા વિસ્તારમાં નવયુગ વિદ્યાલય ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું.
આ પ્રસંગે જંબુસર, આમોદના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ડી. કે .સ્વામીજી, ભાજપ સંગઠનના હોદ્દેદારો, ગુજરાત આચાર્ય સંઘના ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ મકવાણા, બી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી અશ્વિનભાઈ પઢીયાર, નવયુગ વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી રણછોડભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.


આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શ્રી ભગુભાઈ માળી ના કંઠે સુંદર ભજન ,કીર્તન અને દેશભક્તિ ગીતોની રમઝટ જામી હતી જ્યારે આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જેમના રોમ રોમ માં દેશભક્તિ છે એવા શ્રી રમેશભાઈ ગિરનારી એ કર્યું હતું.
જંબુસર બી.આર.સી. ભવન ના સદસ્યો તથા તાલુકા શિક્ષક પરિવારે ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
કાર્યક્રમ બાદ શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે પોતાના પ્રતિભાવો આપ્યા હતા.

