તાલુકા કક્ષા ના સંસ્કૃત સપ્તાહ મહોત્સવ ની ભવ્ય ગૌરવપૂર્ણ ઉજવણી

જંત્રાણ વિદ્યામંદિર ખાતે આજ રોજ તાલુકા કક્ષાના સંસ્કૃત સપ્તાહ કાર્યક્રમ ની ભવ્ય અને ગૌરવ પુર્ણ ઉજવણી કરવામાં આવી જેમાં કાર્યક્મ મુખ્ય મેહમાન જંબુસર તાલુકા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ શ્રી કુલદીપ યાદવ સાહેબ તથા જંબુસર કિસાન મોરચા ના પ્રમુખ શ્રી હરદીપ સિંહ યાદવ, જંબુસર લઘુમતી મોરચા ના ઉપપ્રમુખ મોહસીન ભાઈ ખિલજી તથા પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી (જૂનાગઢ )જીવાદાસ સાહેબ,રૂનાડ આચાર્ય શ્રી હરીશભાઈ સાહેબ શાળા ના ટ્રસ્ટી મંડળ ના સભ્ય શ્રી નટુભાઈ,ગામના અગ્રણીઓ, મુસાભાઇ તલાટી, નીતિનભાઈ પટેલ, ફારીદભાઈ મુસા. મોલાના મિન્હાઝ, ભાઇલાલ ભાઈ હસમુખભાઈ યાદવ, સરફરાઝ દયામા, જંત્રાણ પ્રાથમિક શાળા ના શિક્ષક શ્રી વિપુલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.


આજના વિશેષ કાર્યક્રમ સંસ્કૃત સપ્તાહ કાર્યક્રમ નવી શિક્ષણ નીતિ માં ભારતીય પ્રાચીન ભાષા તરીકે સંસ્કૃત ભાષા નું સરક્ષણ, સવર્ધન થાય તેવા ઉમદા હેતુ થી ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ અને ગુજરાતરાજ્ય સંસ્કૃત બોર્ડ દ્રારા સંસ્કૃત પંચ યોજના અમલમાં મુકી છે હેતુ “ભારતીય ભુષા સંસ્કૃત ભાષા ” જયતું સંસ્કૃત અને વદતું સંસ્કૃત જયતું ભારત બેજ લાઇન હેઠળ ઉજવવાનું નક્કી કરેલ તેના ભાગ રૂપે આજે શાળામાં સંસ્કૃત સપ્તાહ ઉજવણી અંતર્ગત સંસ્કૃત સવારમાં “ગૌરવ યાત્રા ” નું આયોજન કર્યા બાદ તાલુકા કક્ષા ના કાર્યક્રમ માં વિધાર્થીઓ, સંસ્કૃત ગીત, સંવાદ, સંભાષણ, સ્ત્રોત કાવ્ય, અષ્ટકમ, વાર્તાકથન, સંસ્કૃત માં પરિચય જેવી કૃતિઓ રજુ કરી હતી કાર્યક્રમ ના મુખ્ય મેહમાન શ્રી કુલદીપસિંહ સાહેબ એ વિદ્યાર્થી ની સંસ્કૃત કૃતિ ને બિરદાવી હતી સાથે સંસ્કૃત ભાષા ના મહત્વ ને સમજાવ્યું અને અભ્યાસ આગળ વધવા પ્રોત્સાહિત કર્યા સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય શ્રી અસ્ફાક શેખ ના માર્ગદર્શન અને સ્ટાફ મિત્રો ના સહય.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online