વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલ ઉમા વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. શાળામાં દર શનિવારે કિશોર વયના વિદ્યાર્થીઓ માટે “માઇન્ડફુલનેસ સિરિઝ” નામની વિશેષ પ્રવૃત્તિ યોજવામાં આવે છે, જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) ના સર્વાંગી શિક્ષણના દ્રષ્ટિકોણ સાથે સુસંગત છે.
આ કાર્યક્રમનું સંચાલન શાળાની પ્રિન્સિપાલ ભાવના ચાવડા દ્વારા કરવામાં આવે છે. તેઓ હેપીનેસ કોચ તરીકે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યા છે. આ સત્રોમાં વિદ્યાર્થીઓને પોતાની લાગણીઓ સમજવા, નકારાત્મક વિચારોમાંથી બહાર આવવા અને સકારાત્મક વિચારધારા વિકસાવવા માટે વિવિધ માર્ગદર્શન આપવામાં આવે છે.
માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ દ્વારા વિદ્યાર્થીઓમાં આંતરિક શાંતિ, આત્મવિશ્વાસ અને ભાવનાત્મક સંતુલન વિકસે છે. સાથે સાથે અભ્યાસમાં એકાગ્રતા વધે છે, કલ્પનાશક્તિ અને વિઝ્યુઅલાઇઝેશન ક્ષમતા મજબૂત બને છે તેમજ સર્જનાત્મકતા અને ક્રિટિકલ થિંકિંગ જેવા ગુણોમાં વધારો થાય છે.
શાળા સંચાલન મુજબ નવી શિક્ષણ નીતિ માત્ર શૈક્ષણિક પરિણામો પૂરતી મર્યાદિત નથી, પરંતુ વિદ્યાર્થીઓના માનસિક, ભાવનાત્મક અને મૂલ્ય આધારિત વિકાસ પર પણ ભાર મૂકે છે. ઉમા વિદ્યાલયનો આ પ્રયાસ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં સકારાત્મક, સંવેદનશીલ અને જવાબદાર નાગરિક બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે.

JN EXPRESS ADS

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online