જે.એમ. શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, જંબુસર ખાતે NSS દિવસની ઉજવણી કરવામાં આવી

જનતા કેળવણી મંડળ, જંબુસર સંચાલિત જે.એમ. શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, જંબુસર ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગ દ્વારા NSS દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્યશ્રી ડૉ. કિશોર એમ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.


કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ NSSના સ્થાપના દિવસ અને રાષ્ટ્રીય સેવા યોજનાના ઉદ્દેશ્યો વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. NSSના માધ્યમથી વિદ્યાર્થીઓમાં સેવાભાવ, સામાજિક જવાબદારી, નેતૃત્વશક્તિ, શિસ્ત અને રાષ્ટ્રપ્રેમ જેવા ગુણોનો વિકાસ થાય છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે આચાર્યશ્રીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સેવા યોજના એ વિદ્યાર્થીઓમાં સમાજસેવા અને રાષ્ટ્રનિર્માણની ભાવના વિકસાવતું મહત્વપૂર્ણ માધ્યમ છે. વિદ્યાર્થીઓએ શિક્ષણની સાથે સાથે સમાજના ઉત્થાન માટે પણ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. NSSનું સૂત્ર “Not Me But You” એટલે કે “હું નહીં, પરંતુ તમે” સમાજસેવા અને પરોપકારની ભાવનાનો સંદેશ આપે છે. કાર્યક્રમનું સંચાલન ડૉ.એસ. એલ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online