ધાર્મિક આસ્થા સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા; શાંતિ અને ભાઈચારાનો માહોલ જોવા મળ્યો
જંબુસર તાલુકાના ડાભા ગામમાં ગોસે પાકના 11મા દિવસ નિમિત્તે ધાર્મિક આસ્થા અને ભક્તિભાવ સાથે જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. જુલુસમાં ગામના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ગ્રામજનો જોડાયા હતા. જુલુસ ગામના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયું હતું અને સમગ્ર માર્ગ દરમિયાન ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.

જુલુસ દરમિયાન શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન ગામમાં ભાઈચારો, એકતા અને શાંતિનો માહોલ જોવા મળ્યો હતો.
જુલુસ પૂર્ણ થયા બાદ જલાલી બાપુ તરફથી નિયાઝના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ અને ગ્રામજનોએ પ્રસાદી સ્વરૂપે નિયાઝમાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે સૌના સુખ, શાંતિ અને સલામતી સાથે ગામમાં ભાઈચારો અને એકતા જળવાઈ રહે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ ધાર્મિક માહોલમાં સંપન્ન થયો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા સ્થાનિક આગેવાનો, યુવાનો તથા ગ્રામજનોએ સહયોગ આપ્યો હતો.

