દહેજ GIDCમાં SUNFRIO CHEMICAL સામે પ્રદૂષણના આક્ષેપોથી ખળભળાટ

વાગરા તાલુકા મા આવેલ દહેજ GIDC મા વડદલા ગામ નજીક SUNFRIO CHEMICAL કંપની માંથી કલરવાળું અને દુર્ગંધયુક્ત પાણી બહાર નીકળતું હોવાનો દાવો; કંપની પાસેથી પસાર થવું પણ મુશ્કેલ હોવાના સ્થાનિકોના આક્ષેપો — GPCB સમક્ષ ફરિયાદ, હવે તપાસની રાહ
વાગરા તાલુકાના દહેજ GIDC વિસ્તારમાં આવેલ વડદલા ગામ નજીક આવેલી SUNFRIO CHEMICAL PRIVATE LIMITED કંપની સામે પ્રદૂષણને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. કંપનીમાંથી કલરવાળું તથા દુર્ગંધ મારતું કેમિકલમિશ્રિત પાણી બહાર કાઢવામાં આવતું હોવાના આક્ષેપો થતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.
સ્થાનિકો દ્વારા કરવામાં આવેલા આક્ષેપ મુજબ, કંપનીની બાજુમાંથી પસાર થતી વખતે પણ તીવ્ર અને અસહ્ય કેમિકલ જેવી દુર્ગંધ અનુભવાય છે. જેના કારણે કંપની આસપાસના વિસ્તારમાં હવાની ગુણવત્તા અને ઔદ્યોગિક કામગીરી અંગે સવાલો ઊભા થયા છે. ખાસ કરીને દુર્ગંધનું સ્ત્રોત શું છે અને કંપનીની ઉત્પાદન પ્રક્રિયા સાથે તેનો કોઈ સંબંધ છે કે કેમ, તે તપાસનો વિષય બન્યો છે.
કલરવાળું પાણી કેમ? જવાબદાર કોણ?
કંપનીની આસપાસ કલરવાળું પાણી જોવા મળતું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આ પાણી માત્ર સામાન્ય ઔદ્યોગિક પ્રવાહી છે કે તેમાં કોઈ કેમિકલ અથવા પ્રદૂષક તત્વો ભળેલા છે, તે જાણવા માટે સ્થળ પરથી GPCB દ્વારા પાણીના સત્તાવાર નમૂના લઈ માન્ય લેબોરેટરીમાં તપાસ કરવી જરૂરી બની છે.


જો પાણીમાં પ્રદૂષક તત્વો નિયમિત મર્યાદા કરતાં વધુ પ્રમાણમાં મળી આવે અથવા કોઈપણ પ્રકારનો અનધિકૃત નિકાલ થતો હોવાનું તપાસમાં બહાર આવે, તો પર્યાવરણના નિયમો મુજબ જવાબદારી નક્કી કરવાની જરૂરિયાત ઊભી થઈ શકે છે.
આ સમગ્ર મામલે ભરૂચ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCB ને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે.અને GPCB ના સાહેબ શ્રી વાઘમસિંહ સાહેબ ને તેમના વોટ્સઅપ ઉપર તમામ માહિતી અને વિડિઓ ફોટા મોકલી આપ્યા છે.હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે GPCB દ્વારા સ્થળ પર વાસ્તવિક તપાસ કરવામાં આવશે કે નહીં, કંપનીની કામગીરીની તપાસ થશે કે નહીં અને પાણી તથા અન્ય જરૂરી નમૂનાઓ લઈને વૈજ્ઞાનિક પરીક્ષણ કરવામાં આવશે કે નહીં.
સ્થાનિક સ્તરે એવી માંગ ઉઠી રહી છે કે માત્ર કાગળ પર તપાસ પૂર્ણ ન કરવામાં આવે પરંતુ સ્થળ પર જઈને વાસ્તવિક પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવે, પાણીના નમૂના લેવામાં આવે, દુર્ગંધના સ્ત્રોતની તપાસ કરવામાં આવે અને તપાસના પરિણામો સ્પષ્ટ કરવામાં આવે.


ઔદ્યોગિક વિકાસ સામે પર્યાવરણની સુરક્ષાનો સવાલ
દહેજ GIDC વિસ્તારમાં મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો કાર્યરત છે. ઔદ્યોગિક વિકાસ જરૂરી છે, પરંતુ તેની સાથે આસપાસના ગામો અને માર્ગો પરથી પસાર થતા લોકોના પર્યાવરણ અને સલામતીના પ્રશ્નોને પણ અવગણી શકાય નહીં.
SUNFRIO CHEMICAL અંગે કરવામાં આવેલા આક્ષેપો હકીકતમાં કેટલા સાચા છે તે GPCBની વૈજ્ઞાનિક તપાસ બાદ જ સ્પષ્ટ થશે. કંપની દ્વારા કોઈ નિયમવિરોધી પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે કે નહીં તે અંગે હાલ કોઈ અંતિમ નિષ્કર્ષ કાઢી શકાય તેમ નથી.
પરંતુ કલરવાળું પાણી અને તીવ્ર દુર્ગંધ અંગે કરવામાં આવેલી ફરિયાદને ગંભીરતાથી લઈને GPCB દ્વારા સ્થળ તપાસ અને વૈજ્ઞાનિક નમૂના પરીક્ષણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
હવે સમગ્ર મામલે સૌની નજર GPCBની કાર્યવાહી અને તપાસના પરિણામો પર ટકેલી છે. તપાસમાં જો આક્ષેપોમાં તથ્ય બહાર આવે તો જવાબદારી નક્કી કરીને નિયમ મુજબ પગલાં લેવાશે કે નહીં, તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online