Dev Shukla - JN EXPRESS

વલસાડ સ્થિત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા આયોજિત 52મા યુવા મહોત્સવમાં નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સના વિદ્યાર્થી દેવ આર. શુક્લાએ શાસ્ત્રીય ગાયન સ્પર્ધામાં પ્રથમ ઇનામ મેળવી કોલેજ, જિલ્લો અને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.

દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજોના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં દેવ શુક્લાએ પોતાની સુમેળસભર ગાયકી, તાલ-લયની સમજ અને મંચ પરનો આત્મવિશ્વાસ દાખવી निर्णાયકમંડળનું ધ્યાન ખેંચ્યું હતું. કઠિન સ્પર્ધા વચ્ચે દેવ શુક્લાએ દક્ષિણ ગુજરાત સ્તરે પ્રથમ સ્થાન મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

Dev Shukla - JN EXPRESS

દેવ આર. શુક્લા પ્રખ્યાત શાસ્ત્રીય સંગીત ગુરુ શ્રી સુકેતુ ઠાકોરના શિષ્ય છે. ગુરુ શ્રી સુકેતુ ઠાકોરના માર્ગદર્શન, સતત રિયાઝ અને શાસ્ત્રીય સંગીત પ્રત્યેની સમર્પિત સાધનાના પરિણામે દેવ શુક્લાને આ સફળતા પ્રાપ્ત થઈ હોવાનું સંગીતજ્ઞો માને છે. આ સિદ્ધિ સાથે ગુરુ શ્રી સુકેતુ ઠાકોરનું નામ પણ સમગ્ર સાઉથ ગુજરાતમાં ગૌરવપૂર્વક ઉજાગર થયું છે.

દેવ શુક્લાની આ સફળતા બદલ નર્મદા કોલેજના પ્રાધ્યાપકો, સ્ટાફ તથા સહપાઠીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. કોલેજ સંચાલન દ્વારા પણ દેવ શુક્લા અને તેમના ગુરુને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

JN EXPRESS ADS

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *