જંબુસર | ભરૂચ:
ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં ગૌહત્યા સંબંધિત ગંભીર કેસમાં પોલીસે કડક કાર્યવાહી કરી એક મહિલા સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી અંદાજે 135 કિલો જેટલો ગૌમાશનો જથ્થો ઝડપાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ જંબુસરના ખારાકુવા વિસ્તારમાં ગૌમાશ સંગ્રહિત હોવાની બાતમી મળતાં જ પોલીસ તરત જ એક્શનમાં આવી હતી. પોલીસે સ્થળ પર દરોડો પાડતાં મોટી માત્રામાં ગૌમાશનો જથ્થો મળી આવ્યો હતો. ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી.

પોલીસે આ કેસમાં મહમદ સફી ઇસ્માઇલ કુરેશી, મહમદ હનીફ ઇસ્માઇલ કુરેશી, જાબીર કુરેશી અને ખાતૂન ઉર્ફે ખેરુન નામની મહિલાને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિશેષ નોંધનીય બાબત એ છે કે પોલીસે ત્રણ આરોપીઓને જંબુસરની મુખ્ય બજારમાં ખુલ્લા પગે ફેરવી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું, જેથી લોકોમાં કાયદાનો ભય ઉભો થાય અને આવા ગુનાઓ સામે કડક સંદેશ પહોંચે.

આ કેસમાં જંબુસર પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS), ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તેમજ પ્રાણી કુરતા નિવારણ અધિનિયમ હેઠળ સંબંધિત કલમો મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ કેસમાં સંડોવાયેલા એક અન્ય ફરાર આરોપીની શોધખોર પણ શરૂ કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા ગૌહત્યા અને ગૌચોરી જેવા ગુનાઓ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષોથી ગૌ સંરક્ષણને મહત્વ આપતાં કાયદાઓને વધુ કડક બનાવવામાં આવ્યા છે. રાજ્યના ગૃહમંત્રી દ્વારા અગાઉ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ગૌહત્યા અને ગૌચોરી જેવા ગુનાઓમાં સંડોવાયેલા તત્વોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં અને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

જંબુસર પોલીસની આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ધાર્મિક ભાવનાઓ સાથે સંકળાયેલા આવા ગુનાઓ સામે પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ છે.
સ્થાનિક લોકોમાં પણ પોલીસની આ કામગીરીને લઈ સંતોષની લાગણી જોવા મળી રહી છે.

JN EXPRESS ADS

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online