કડક સવાલ | ઢાઢર બ્રિજ પર કલેક્ટરના હુકમનું પાલન કે માત્ર દેખાડો

ઢાઢર નદીના બ્રિજથી હોટલ એપ્પલ પાસે જંબુસર તરફ 7થી 10 કિલોમીટર સુધી 35, 40 અને 45 ટન સુધીના ભારે વાહનોનો લાંબો કાફલો!

એક તરફ બ્રિજની ક્ષમતા અને ઓવરલોડ વાહનો અંગે જિલ્લા કલેક્ટરનું જાહેરનામું, તો બીજી તરફ રાત્રિના સમયે રસ્તા પર દેખાતા આટલા મોટા અને ભારે વાહનો…

સવાલ સીધો છે — આટલા બધા ટ્રક શું માત્ર 7થી 10 કિલોમીટર દૂર આવેલી હોટલ એપ્પલમાં જમવા માટે ઉભા છે?

રાત્રિના સમયે ટ્રક ડ્રાઇવરોને પૂછતાં એક ડ્રાઇવરે જણાવ્યું કે, “આજે પાછું જવું પડશે… પહેલા રૂપિયા આપીને જતા રહેતા હતા, હવે આજે નથી જવા દેતા.”

તો પછી અહીં વધુ એક ગંભીર સવાલ ઊભો થાય છે…

જો ઓવરલોડ વાહનોને રોકવામાં આવી રહ્યા છે, તો આટલા મોટા વાહનો અહીં સુધી પહોંચ્યા કેવી રીતે?

શું દિવસ દરમિયાન કાર્યવાહી અને મોડી રાત્રે પરિસ્થિતિ અલગ હોય છે?

શું આજથી ખરેખર કલેક્ટરના હુકમનું કડક પાલન શરૂ થયું છે?

કે પછી માત્ર થોડા સમય માટે વાહનો રોકીને ફરી મોડી રાત્રે 35થી 45 ટનના ઓવરલોડ વાહનોનો કાફલો પસાર થઈ જશે?

કડક સવાલનો કડક જવાબ જરૂરી છે!

ઢાઢર નદીના બ્રિજની સુરક્ષા સાથે સીધો સંબંધ ધરાવતા આ ગંભીર મુદ્દે તંત્રએ સ્પષ્ટ કરવું પડશે કે કલેક્ટરના જાહેરનામાનું પાલન 24 કલાક થઈ રહ્યું છે કે માત્ર દેખાવ પૂરતું?

બ્રિજની સુરક્ષા કોઈ મજાક નથી…
નિયમ કાગળ પર નહીં, રસ્તા પર દેખાવા જોઈએ!

હવે જોવાનું એ છે કે કાર્યવાહી ખરેખર સતત ચાલે છે કે પછી રાત્રિ પડતાં જ ફરી ઓવરલોડ વાહનોનો ખેલ શરૂ થાય છે?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online