આમોદ: માતર નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર સર્જાયો ભયાનક અકસ્માત, ૪૫ કિમી લાંબો ટ્રાફિક જામ અને એકનું મોત

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર હાઇવે ઓથોરિટીની ક્ષતિગ્રસ્ત વ્યવસ્થા અને ઘોર બેદરકારીને કારણે વધુ એક કરૂણ દુર્ઘટના સામે આવી છે, જેમાં માતર નજીક ૪ વાહનો વચ્ચે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પાદરા નજીક અને માતર-સુઠોદરા નજીક અકસ્માત અને રસ્તાની બિસ્માર હાલત, ચાલુ કામકાજ હોવાથી મૂકેલા બેરિકેટ્સના કારણે વડોદરાથી માતર ગામ સુધી ૪૫ કિલોમીટર જેટલી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. આ થંભી ગયેલા ટ્રાફિક જામમાં ઉભેલી એક પીકઅપ વાનને પુરપાટ ઝડપે આવતી લક્ઝરી બસે અડફેટે લેતા માતર ટોલટેક્સ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. સુરતથી રાજકોટ તરફ પીકઅપ લઈને જઈ રહેલા રોહિતભાઈ ગોરાભાઈ લેલા નામના વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ આમોદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશનો કબ્જો મેળવી પીએમ અર્થે આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડી હતી અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઘટના અંગે રોષ ઠાલવતા વાહન ચાલક સંજયભાઈએ જણાવ્યું હતું કે, હાઇવે ઓથોરિટીએ હવે આંખો ખોલવી જોઈએ અને રોડ પર યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ ટ્રાફિક સહેજ પણ મૂવિંગ નથી અને વાહનચાલકો કલાકોથી એક જ જગ્યાએ અટવાઈ પડ્યા છે. આ ભયાનક ટ્રાફિક અને સતત થતા અકસ્માતોને પગલે હવે હાઇવે ઓથોરિટીની કાનૂની અને નૈતિક જવાબદારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online