ખાનપુરના તળાવમાં મગરની દહેશત, બકરીનો શિકાર થતાં ગ્રામજનોમાં ભય

તળાવમાં બે-ત્રણ મગર હોવાનો સ્થાનિકોનો દાવો; કપડાં ધોવા, વાસણ માંજવા અને પશુઓને પાણી પીવડાવવા જતાં લોકોમાં ફફડાટ

જંબુસર તાલુકાના ખાનપુર ગામે તળાવમાં મગરોની હાજરીને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ તળાવમાં બે થી ત્રણ મગર વસવાટ કરી રહ્યા છે. જેના કારણે મહિલાઓ સહિત ગ્રામજનો તળાવ પાસે કપડાં ધોવા, વાસણ માંજવા તેમજ પશુઓને પાણી પીવડાવવા જતાં પણ હવે ગભરાઈ રહ્યા છે.

તાજેતરમાં તળાવના કિનારે એક બકરી પાણી પી રહી હતી ત્યારે અચાનક મગર પાણીમાંથી બહાર આવી બકરીનો શિકાર કર્યો હોવાની ઘટના સામે આવી હતી. તળાવ કિનારે હાજર બે-ત્રણ લોકોએ સમગ્ર ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી.

ઘટનાની જાણ તાલુકા પંચાયતના સદસ્ય રસીદભાઈ મચ્છીવાળાને થતાં તેમણે તાત્કાલિક તલાટીને જાણ કરી હતી. ત્યારબાદ તલાટી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્થાનિકોની માહિતી મુજબ તલાટીએ તળાવમાં બે-ત્રણ મગર હોવાની વાત જણાવી હતી આ સમાચાર દિવ્યભાસ્કર પેપરમાં પ્રસારિત કરાતા ફોરેસ્ટ વિભાગ હરકતમાં આવ્યું હતું અને મગર ને પકડવાની ગતિવિધિ તેજ કરી હતી તળાવ કિનારા પાસે પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું અને તેમાં ચારો મૂકવામાં આવ્યો જેથી વહેલી તકે મગર પાંજરામાં પુરાય અને ગ્રામજનો રાહતનો શ્વાસ લે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online