વાલિયામાં આદિવાસી ખેડૂતોના ધરણાને રજની વસાવાનું સમર્થન

લીલાબેન વસાવાની આગેવાનીમાં 200થી વધુ લોકો ધરણા પર બેઠા, ન્યાય નહીં મળે ત્યાં સુધી લડતને સાથ આપવાની ખાતરી

વાલિયા:
વાલિયા તાલુકામાં આદિવાસી સમાજના ખેડૂતો અને આગેવાનો દ્વારા પોતાના હક્ક અને ન્યાયની માંગ સાથે ચાલી રહેલા ધરણા પ્રદર્શનને સમર્થન આપવા આજે જિલ્લા પંચાયતના સભ્ય રજની વસાવા તથા તેમની ટીમે ધરણા સ્થળની મુલાકાત લીધી હતી.

લીલાબેન વસાવાની આગેવાનીમાં 200થી વધુ લોકો ધરણા પ્રદર્શન કરી પોતાની માંગણીઓ અને હક્ક માટે લડત ચલાવી રહ્યા છે. ધરણા સ્થળે પહોંચેલા રજની વસાવા અને તેમની ટીમે ઉપસ્થિત આદિવાસી સમાજના ખેડૂતો તથા આગેવાનો સાથે મુલાકાત કરી તેમની રજૂઆતો અને સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી.

આ પ્રસંગે રજની વસાવાએ ધરણા પર બેઠેલા ખેડૂતોને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ આ લડતમાં ખેડૂતો અને આદિવાસી સમાજના આગેવાનોની સાથે અડીખમ ઊભા રહેશે.

ધરણા પ્રદર્શનમાં વાલિયા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ વીનેશભાઈ વસાવા, આગેવાન વિનયભાઈ વસાવા, વિજયભાઈ વસાવા, વાસુભાઈ વસાવા, નરેશભાઈ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી ધરણાને સમર્થન આપ્યું હતું.

દરમિયાન ધરણા સ્થળે વન વિભાગના અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને ધરણા પર બેઠેલા ખેડૂતો તથા આગેવાનો સાથે ચર્ચા કરી હતી. હવે ખેડૂતોની રજૂઆતો અંગે તંત્ર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે અને તેમની માંગણીઓનું કેવી રીતે નિરાકરણ આવે છે તેના પર સૌની નજર છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online