અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે શાળાનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “સ્નેહ, સ્પર્શ, સ્પંદન” તારીખ 27 ડિસેમ્બર 2025ના રોજ ઉત્સાહ, રંગીન માહોલ અને વિદ્યાર્થી પ્રતિભાથી છલકાતા દ્રશ્યો વચ્ચે યોજાયો હતો.
કાર્યક્રમના આરંભે દીપ પ્રાગટ્ય દ્વારા શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ડૉ. દીપસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે વિશેષ મહેમાનો તરીકે શ્રી બીહાગ શાહ, શ્રીમતી ઊર્મી જોષી, શ્રી મનીષ શ્રોફ, શ્રી પ્રમોદ ચોધરી અને શ્રીમતી નીતુ ઠાકરની ગૌરવસભર હાજરી રહી હતી. સાથે જ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભૂપેન્દ્રભાઈ શાહ, સેક્રેટરી ડૉ. મહેન્દ્રભાઈ પંચાલ સહિત ટ્રસ્ટીઓએ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી.

શાળાના આચાર્યા શ્રીમતી મિનાક્ષી ભારદ્વાજ દ્વારા સ્વાગત પ્રવચન સાથે શાળાની વર્ષભરની શૈક્ષણિક તથા સહપાઠ્ય પ્રવૃત્તિઓનો સંક્ષિપ્ત અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.
સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિક મૂલ્યો, નારી શક્તિ અને સામાજિક સંદેશોને કેન્દ્રમાં રાખીને નૃત્ય, નાટિકા અને ગીતોની મનમોહક રજૂઆતો કરી હતી. વિદ્યાર્થીઓની આત્મવિશ્વાસભર પ્રસ્તુતિઓએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

વાલીમંડળ, આમંત્રિત મહેમાનો અને શાળા સંચાલક મંડળે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને મહેનતની ભરપૂર પ્રશંસા કરી હતી. સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ શિક્ષકો અને વિદ્યાર્થીઓના સંયુક્ત પ્રયાસોથી સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

