આમોદના જર્જરિત સામુહિક આરોગ્ય કેન્દ્રનો કાયાકલ્પ

4.8 કરોડથી વધુના ખર્ચે નવીનીકરણ માટે ટેન્ડર મંજૂર

આમોદ: આમોદ શહેરમાં આવેલું જર્જરિત સામુહિક આરોગ્ય કેન્દ્ર હવે આધુનિક સુવિધાઓથી સજ્જ બનશે. આમોદ-જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી દ્વારા આરોગ્ય કેન્દ્રના નવીનીકરણ માટે કરવામાં આવેલી રજૂઆતને પગલે સરકાર દ્વારા રૂ. 4.8 કરોડથી વધુના ખર્ચે નવીનીકરણના કામને મંજૂરી આપી ટેન્ડર પ્રક્રિયા આગળ વધારવામાં આવી હોવાનું જણાવાયું છે.

ધારાસભ્ય ડી.કે. સ્વામીએ 14 માર્ચ, 2026ના રોજ ગુજરાત સરકાર સમક્ષ આમોદના જર્જરિત સામુહિક આરોગ્ય કેન્દ્રના કાયાકલ્પ માટે લેખિત રજૂઆત કરી હતી. તેમની રજૂઆત બાદ આરોગ્ય કેન્દ્રના નવીનીકરણ માટે સરકાર તરફથી અંદાજે રૂ. 4.8 કરોડના ખર્ચે કામ મંજૂર કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.

ધારાસભ્ય ડી.કે. સ્વામીએ જણાવ્યું હતું કે, 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન યોજાઈ રહેલી વિવિધ વિકાસલક્ષી કામગીરીના ભાગરૂપે જરૂરિયાત મુજબની સુવિધાઓ અને વિવિધ વિકાસકામોને મંજૂરી આપવામાં આવી રહી છે. આ અંતર્ગત આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્રના નવીનીકરણ માટે પણ રૂ. 4.8 કરોડથી વધુનું કામ મંજૂર થયું છે.

આ નવીનીકરણથી આમોદ તાલુકાના ગરીબ અને સામાન્ય વર્ગના દર્દીઓ તથા તેમના પરિવારજનોને વધુ સારી અને સુવિધાસભર આરોગ્ય સેવાઓ મળી શકશે. જર્જરિત મકાનના સ્થાને જરૂરી માળખાકીય અને આરોગ્યલક્ષી સુવિધાઓમાં સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સરકાર દ્વારા આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્રના નવીનીકરણ માટે મંજૂરી આપવામાં આવતા ધારાસભ્ય ડી.કે. સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાનો આભાર વ્યક્ત કર્યો હતો

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online