બાળકના જન્મના માત્ર બે કલાકમાં મોત; તબીબની બેદરકારી હોવાનો પરિવારનો આક્ષેપ
જંબુસર: જંબુસરની અલ મહમૂદ જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નવજાત બાળકના મોતની ઘટના સામે આવતા પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. પરિવારજનોના જણાવ્યા મુજબ બાળકનો જન્મ થયા બાદ માત્ર બે કલાકમાં જ તેનું મોત થયું હતું.

બાળકના મોતને લઈને પરિવારજનોએ હોસ્પિટલના તબીબ અને સારવારની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પરિવારજનોનો આક્ષેપ છે કે તબીબની બેદરકારીના કારણે નવજાત બાળકનું મોત થયું છે. ઘટનાને પગલે પરિવારજનોમાં દુઃખ સાથે રોષની લાગણી જોવા મળી રહી છે.
સમગ્ર મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા પરિવારજનોના આક્ષેપ અંગે શું સ્પષ્ટતા કરવામાં આવે છે તેમજ બાળકના મોતનું ચોક્કસ કારણ શું હતું તે અંગે તપાસ બાદ જ હકીકત સામે આવી શકે છે. પરિવારજનોએ સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ કરી જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે.

