us-air-strike-on jn express

નાઇઝિરિયામાં કાર્યરત ISIS આતંકવાદી ઠેકાણાઓ પર અમેરિકા દ્વારા મોટું સૈન્ય પગલું લેવામાં આવ્યું છે. યુએસએ ઉત્તરપશ્ચિમ નાઇજીરીયામાં ISISના કેમ્પને નિશાન બનાવી ચોકસાઇભર્યા હવાઈ હુમલા કર્યા છે. આ કાર્યવાહી સીધા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર કરવામાં આવી હોવાનું તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth Social પર જાહેર કર્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટમાં લખ્યું કે, યુનાઇટેડ સ્ટેટ્સના કમાન્ડર ઇન ચીફ તરીકે તેમણે આ હુમલાનો આદેશ આપ્યો હતો. ટ્રમ્પના જણાવ્યા મુજબ, ISIS આતંકવાદીઓ ઉત્તર નાઇજીરીયામાં લાંબા સમયથી નિર્દોષ ખ્રિસ્તી નાગરિકોને નિશાન બનાવી રહ્યા હતા અને તેમની ક્રૂર હત્યાઓ કરી રહ્યા હતા.

ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ આતંકવાદીઓને અગાઉથી ચેતવણી આપવામાં આવી હતી કે જો તેઓ ખ્રિસ્તીઓ પર હિંસા બંધ નહીં કરે, તો તેમને ભારે કિંમત ચૂકવવી પડશે. “આ ચેતવણી બાદ પણ આતંકી પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં આવી, તેથી આ કાર્યવાહી અનિવાર્ય બની,” એમ ટ્રમ્પે જણાવ્યું.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ દ્વારા કરવામાં આવેલા આ હવાઈ હુમલાઓમાં અનેક ISIS ઠેકાણાઓને સંપૂર્ણપણે નષ્ટ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. ટ્રમ્પે અમેરિકન સૈન્યની પ્રશંસા કરતા કહ્યું કે, “આ પરફેક્ટ સ્ટ્રાઇક હતી, જે માત્ર યુનાઇટેડ સ્ટેટ્સ જ કરી શકે છે.”

આતંકવાદ સામેના પોતાના કડક વલણને પુનરાવર્તિત કરતા ટ્રમ્પે જણાવ્યું કે તેમના નેતૃત્વમાં અમેરિકા કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદને ક્યારેય પાંગરવા દેશે નહીં. અંતમાં તેમણે પોતાના અનોખા શબ્દોમાં લખ્યું, “ભગવાન આપણા સૈનિકોને આશીર્વાદ આપે… અને મૃત આતંકવાદીઓને પણ Merry Christmas.”

યુએસ આફ્રિકા કમાન્ડ (AFRICOM) મુજબ, આ કાર્યવાહી નાઇજીરીયન અધિકારીઓના અનુરોધ પર હાથ ધરવામાં આવી હતી અને આ હુમલાનો મુખ્ય ઉદ્દેશ આતંકવાદી નેટવર્કને નબળું પાડવાનો હતો.

JN EXPRESS ADS

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *