Republic Day rehearsal in Amod jn express

ભરૂચ જિલ્લાના 77મા પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી આમોદ ખાતે યોજાનાર હોઈ, તેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. આ સંદર્ભે આજે આમોદ સ્થિત રેવા સુગર મેદાનમાં વ્યાપક અને આયોજનબદ્ધ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું.

રીહર્સલ દરમિયાન જિલ્લામાંથી પસંદ કરાયેલી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહ, શિસ્ત અને દેશપ્રેમ સાથે ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓની સંયમિત રજૂઆતથી સમગ્ર મેદાનમાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ, જિલ્લા પોલીસ દળ દ્વારા પરેડની સુવ્યવસ્થિત રિહર્સલ કરીને સુરક્ષા અને શિસ્તનો મજબૂત સંદેશ આપવામાં આવ્યો હતો.

સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ભરૂચ જિલ્લા પોલીસના ડોગ સ્ક્વોડ દ્વારા વિશેષ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. પ્રશિક્ષિત શ્વાન ‘સિલ્કી’ દ્વારા કરાયેલા ડેમોએ સુરક્ષા તૈયારી કેટલી મજબૂત છે તે સ્પષ્ટ કર્યું હતું. રિહર્સલ દરમિયાન રાષ્ટ્રગીતના ગુંજનથી સમગ્ર રેવા સુગર મેદાન દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

આ રિહર્સલ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, પ્રાંત અધિકારી, આમોદ-જંબુસરના મામલતદાર, નાયબ કાર્યપાલક ઇજનેર રોનકભાઈ શાહ, તાલુકા વિકાસ અધિકારી તેમજ ડી.વાય.એસ.પી. બી.એલ. ચૌધરી સહિત અનેક જિલ્લા કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આમોદમાં યોજાનાર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનના કાર્યક્રમને લઈ વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર હોવાનું આ રિહર્સલથી સ્પષ્ટ થયું છે.

JN EXPRESS ADS

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *