Sewing Centre jn express

આમોદ નગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની બહેનો તથા યુવતીઓને આત્મનિર્ભર અને સ્વરોજગાર તરફ દોરી જતી એક મહત્વપૂર્ણ પહેલ તરીકે બચ્ચોકા ઘર આમોદ સંચાલિત મેહફુઝા ઝેડ. હકિમ સિલાઈ ક્લાસ દ્વારા પ્રમાણપત્ર વિતરણ સમારોહ ભવ્ય અને ઉત્સાહભેર વાતાવરણમાં યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆત પવિત્ર તિળાવતે કુરાન સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ તાલીમ પૂર્ણ કરનાર વિદ્યાર્થિનીઓનું ફૂલવર્ષા દ્વારા સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે કુલ ૮૮ બહેનોને સિલાઈ તાલીમના પ્રમાણપત્રો અને ૨૩ યુવતીઓને મેહંદી ક્લાસના પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. પ્રમાણપત્ર સ્વીકારતી વેળાએ બહેનોના ચહેરા પર આત્મવિશ્વાસ અને સફળતાની ખુશી સ્પષ્ટ ઝળહળી રહી હતી.

બચ્ચોકા ઘર આમોદ દ્વારા ચલાવવામાં આવતી આ તાલીમ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને કૌશલ્ય આધારિત તાલીમ આપી પગભર બનાવવાનો છે. સંસ્થાના મુહતમિમ બસીર રાણા સાહેબે જણાવ્યું હતું કે,
“સમાજની બહેનો જો આર્થિક રીતે મજબૂત બનશે તો સમગ્ર સમાજ મજબૂત બનશે. આવનારા સમયમાં વધુ કૌશલ્ય આધારિત તાલીમ કાર્યક્રમો શરૂ કરવામાં આવશે.”

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે,
“સરકારના સ્કિલ ઇન્ડિયા અભિયાન સાથે જોડાઈ મહિલાઓને સ્વરોજગાર તરફ આગળ વધારવાનું કાર્ય બચ્ચોકા ઘર આમોદ દ્વારા સરાહનીય રીતે કરવામાં આવી રહ્યું છે.”

કાર્યક્રમના પ્રમુખ તરીકે યુકેમાંથી પધારેલા મુમતાજબેને બહેનોને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે,
“એક દીકરી આગળ વધે એટલે આખો પરિવાર અને સમાજ આગળ વધે છે. હુનર પર વિશ્વાસ રાખશો તો સફળતા ચોક્કસ મળશે.”

આ પ્રસંગે સંસ્થાના સેક્રેટરી ઇબ્રાહિમભાઈ પટેલ, મોલાના ઇસૂબ ભરકોદરા, મોલાના સઈદ દેવલા સાહેબ સહિત સંસ્થાના આગેવાનો, સ્ટાફ અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા. અંતે તમામ મહેમાનો અને વિદ્યાર્થિનીઓને આઇસ્ક્રીમ પીરસી આત્મીય વિદાય આપવામાં આવી હતી.

આ પ્રમાણપત્ર વિતરણ સમારોહ આમોદમાં મહિલાસશક્તિકરણ અને સ્વરોજગારની દિશામાં એક પ્રેરણાદાયક માઈલસ્ટોન તરીકે નોંધાયો છે.

JN EXPRESS ADS

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *