મદાફર ગામના એક કિલોમીટર બિસ્માર માર્ગનું મેટલિંગ કરી ખાડા પુરાયા

ખાડાઓમાં પાણી ભરાતા ખેડૂતો, વિદ્યાર્થીઓ અને વાહનચાલકો પરેશાન હતા; સરપંચની રજૂઆત બાદ માર્ગ-મકાન વિભાગે કામગીરી હાથ ધરી

જંબુસર:
જંબુસર તાલુકાના મદાફર ગામ તરફ જતો મુખ્ય આશરે એક કિલોમીટર લાંબો માર્ગ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. રસ્તા પર ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા હોવાથી ચોમાસા દરમિયાન તેમાં વરસાદી પાણી ભરાઈ જતા અવરજવરમાં મુશ્કેલી સર્જાતી હતી.

ખાસ કરીને ખેડૂતોને ખેતરો સુધી જવા માટે મુશ્કેલી પડતી હતી, જ્યારે સ્થાનિક લોકો પોતાના વાહનો લઈને પસાર થઈ શકતા ન હોવાથી વાહનોને પણ નુકસાન થતું હતું. વિદ્યાર્થીઓને શાળાએ જવા-આવવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

આ સમસ્યા અંગે મદાફર ગામના સરપંચ બસીર રાજ દ્વારા માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે અધિકારીઓને જાણ કરી રસ્તાની તાત્કાલિક મરામત કરવાની રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતને પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આશરે એક કિલોમીટર સુધીના માર્ગ પર પડેલા ખાડાઓનું તાત્કાલિક મેટલિંગ કામ કરી ખાડા પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

રસ્તાના ખાડાઓ પુરાતા હવે ગ્રામજનોને અવરજવરમાં રાહત મળતાં સ્થાનિકોમાં સંતોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ તેમજ સરપંચ બસીર રાજનો આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online